Quantcast
Channel: chitralekha
Viewing all articles
Browse latest Browse all 35452

આવતીકાલે સંસદમાં NEET પેપર લીક પર સરકાર આપી શકે છે જવાબ

$
0
0

કેન્દ્ર સરકાર NEET સહિત તમામ મુદ્દાઓ પર સંસદમાં જવાબ આપવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વિરોધ પક્ષો NEETનો મુદ્દો ઉઠાવશે તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હસ્તક્ષેપ કરીને પ્રશ્નોના જવાબ આપશે. NEET પેપર લીકને લઈને વિપક્ષ છેલ્લા ઘણા દિવસોથી સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. વિપક્ષે NEET પેપર લીકમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે આ અંગે કોઈ ઢાંકપિછોડો કરવામાં આવશે નહીં.

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે NEET કૌભાંડમાં કોઈ ઢાંકપિછોડો કરવામાં આવશે નહીં. છેલ્લા પાંચ વર્ષમાં, NTA દ્વારા લેવામાં આવેલી 66 ભરતી પરીક્ષાઓમાંથી, ઓછામાં ઓછી 12 પેપર લીક અને છેડછાડની ઘટના બની છે, જેનાથી 75 લાખથી વધુ યુવાનોને અસર થઈ છે. મોદી સરકાર માત્ર એમ કહીને પોતાની જવાબદારીમાંથી ભાગી શકતી નથી કે તેણે ‘પક્ષીય રાજકારણથી ઉપર ઊઠવું જોઈએ’. દેશના યુવાનો ન્યાયની માંગ કરી રહ્યા છે અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આની જવાબદારી લેવી પડશે. માત્ર વાત કરીને સમસ્યાનું નિરાકરણ નહીં આવે, આ માટે નિર્ણાયક પગલાં લેવા પડશે.

NEET પેપર લીકના મુદ્દે વિપક્ષ સંપૂર્ણ રીતે એકત્ર થઈ ગયો છે. ઈન્ડિયા એલાયન્સમાં સામેલ વિપક્ષી દળોનું કહેવું છે કે જો NEET પેપર લીક અંગેના તેમના પ્રશ્નોનો સંસદમાં જવાબ આપવામાં નહીં આવે તો ગૃહની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વિરોધ પક્ષોનું કહેવું છે કે NEET પેપર લીક પર આવતીકાલથી જ સંસદમાં ચર્ચા શરૂ થવી જોઈએ. વિરોધ પક્ષોએ આવતીકાલે રાજ્યસભા અને લોકસભામાં NEET પરીક્ષા પર ચર્ચાની માંગ સાથે નોટિસ આપવાનું નક્કી કર્યું છે.


Viewing all articles
Browse latest Browse all 35452

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>