Quantcast
Channel: chitralekha
Viewing all articles
Browse latest Browse all 35480

દિલ્હી-NCRમાં વહેલી સવારે 4.0ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

$
0
0

નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકાનો અનુભવ ઘણી સેકન્ડ્સ સુધી અનુભવાયો હતો. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી, તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર નીચે હતું. એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયો હતો.

કેટલા વાગ્યે આવ્યા આંચકા? 

થોડીક સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઇમારતોની અંદર તીવ્ર કંપન અનુભવાયા. સવારે 5:36 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા, જેનાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ.

ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર? 

એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તેની નજીક એક તળાવ છે. આ પ્રદેશમાં દર બે થી ત્રણ વર્ષે એક વાર નાના અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવે છે. તેમણે કહ્યું કે, 2015માં અહીં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

PM મોદીએ ટ્વિટ કર્યું

PM મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ‘દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.


Viewing all articles
Browse latest Browse all 35480

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>